Khergam news : ખેરગામ તાલુકાના ધોરણ 1 અને 2 પ્રજ્ઞા વર્ગની ઓનલાઇન વર્ચ્યુઅલ તાલીમ યોજાઈ.
તારીખ ૦૪-૦૯-૨૦૨૪નાં દિને બીઆરસી ભવન ખેરગામ દ્વારા આયોજિત ખેરગામ તાલુકાના ધોરણ 1 અને 2 પ્રજ્ઞા વર્ગની ઓનલાઇન વર્ચ્યુઅલ તાલીમ યોજાઈ હતી. જેમાં 52 પ્રાથમિક શાળાના ધોરણ 1 અને 2નાં શિક્ષકો જોડાયા હતા. જેમાં ખેરગામ ધોરણ 1 અને 2 નાં અભ્યાસક્રમ વિશે, પાઠમાં આવતાં બાળગીતો, જોડકણાં, વાર્તાઓ, રમતોને પાઠ આયોજનમાં સમાવેશ કરી બાળકોનો સર્વાંગી વિકાસમાં ઉપયોગી થાય એ માટે બીઆરસી ખેરગામ વિજયભાઈ, નિપુણ બીઆરપી નિમિષાબેન આહીર દ્વારા NEP 2020, NCF- SCF, શિક્ષણના લક્ષ્યો, અભ્યાસક્રમના ધ્યેયો, નવીન સાહિત્ય ગોઠવણ અને ઉપયોગ NCERT KIT, FLN KIT ANE તેનો ઉપયોગ, ગણિત વિષયમાં સોનલબેન આહીર, ગણિત વિષયમાં ઇન્દુબેન થોરાત જ્યારે તોરણવેરાનાં શિક્ષક અંજનાકુમારી પટેલે ગુજરાતી વિષયમાં તાલીમ આપવામાં આવી હતી.
આ તાલીમમાં નવસારી જિલ્લા કો-ઓર્ડીનેટર નીકેતા મેડમ વર્ચ્યુઅલ તાલીમ જોડાઈને શિક્ષકોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું ત્યાર બાદ ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી મનીષભાઈ પરમાર સાહેબ દ્વારા પણ તમામ શિક્ષકોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. બીઆરસી વિજયભાઈ પટેલે તમામનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ ઓનલાઇન વર્ચ્યુઅલ તાલીમ 11:00 થી 1:30 સુધી યોજાઈ હતી.
0 Comments